Wednesday, October 7, 2015

“ભારત ભાગ્ય વિધાતા”


ભારત ભાગ્ય વિધાતા
હમણા થોડો સમય પહેલા આપણે દેશનો ૬૯મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, તે વર્ષોથી ચાલતી એક બીબાઢાળ પ્રણાલી પ્રમાણે યંત્રવત્ત ઉજવાય ગયો. દર વર્ષે ૧૨મી ઓગસ્ટ ના રોજ ચડતો દેશભક્તિનો તાવ ૧૭મી ઓગસ્ટ આવતા સુધીમા તો પાછો નોર્મલ થઈ જાય. આટલી જલ્દી તો વાઇરલ ફીવર પણ પીછો નથી છોડતો પણ દેશભક્તિ પ્રત્યે આપણે ખુબ સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવ્યે છીએ તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશભક્તિ બે રાષ્ટ્રીય તહેવાર ના આગળ પાછળના ૨૪-૩૬-૪૮ કલાક વચ્ચે સિફ્તથી સાચવી લેવાની આપણી કળા અનન્ય છે.
૬૮ વર્ષ, કાઇ નાનો સુનો ગાળો નથી. એવરેજ વ્યક્તિની પિતૃત્વ-માતૃત્વ વય ૨૨-૨૩ વર્ષ ગણીયે તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ પછી તરતના - વર્ષમા જન્મેલા લોકોની ત્રીજી પેઢી પુક્ત થઈ માતૃત્વ-પિતૃત્વના આરે ઉભી છે. આખે આખ્ખી ત્રણ પેઢીની પુક્તતા અને એક પેઢીની નિવૃતિ ગાળા વચ્ચે વહી ગઈ. રાજકીય-સામાજીક-ધાર્મીક-ભૌતિક-આર્થીક-ભૌગોલીક કેટ કેટલાય ફેરફારો ગાળમાં થઈ ગયા. પણ.. પણ.. બધ્ધુ જેન પાયા પર ઉભુ છે તે શૈક્ષણીક અને ખાસ કરી માનસિક ફેરફારો કરવાનું આપણે કેમ ચુકી ગયા તે સમજાતુ નથી . ભારતીય ઉપ-મહાદ્વિપ અને ખાસ કરી ને ભારત ખંડના ઇતિહાસની વાત કરીયે તો ૫૦૦૦-૬૦૦૦ વર્ષ માં તે એક દેશ ક્યારેય હતો નહી અને આજે પણ માનસિક રીતે દેશ એક નથી. અફસોસ સાથે કહેવુ પડે છે કે ૬૮ વર્ષમા દેશના રાજકર્તાઓ દેશને ભૌગોલીક રીતે તો એક રાખી શક્યા છે પણ દેશના લોકોને માનસિક રીતે કેટલાય ખંડોમા વહેચી નાખ્યા.
કાઇક બન્યુ છે તો કાઇક કારણ હશે અને તે કારણ માટે કોઈ કારક પણ હશે . ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્રતાની સાથે સત્તાનું ખાલી હસ્તાંતર થયું, સત્તા પરિવર્તન નહી. જેના હાથમા સત્તા આવી તેણે પણ તેના પુરોગામીની જેમ દેશ ચલાવ્યો અને પાયામા જે ભુલો થઈ તેને પરંપરા બનાવી અંતે કહેવાતી લોકશાહીની જે ઇમારત બની તે ૬૮ વર્ષે આપણી સામે છે. હક માટે ગાંધી ચિંધ્યા માર્ગના નામે ટોળાશાહી કરતી પ્રજાના કાન ખેંચી તેની ફરજો યાદ કરાવવાનું કોઈ ને સુજ્યુ નહી. -૧૫ દિવસ કોઈ કારણોસર પાણી વિતરણ થાય તો નગરપાલીકાએ બેડા ખખડાવતી અને તોડ ફોડ કરતીબાયુંકપડા ધોયા પછી વધારાનું પાણી ફળીયામા ઢોળે કે એપાર્ટમેન્ટના ત્રીજા માળે થી રસનીતરતો હેઠવાળ જાહેર માર્ગે પર ફેકે ત્યારે તેને કહેનાર કોણ છે ? પછાતપણાની કે પછી રાહતની સબસિડી માથી ચડાવતા પાન-માવા ની પિચકારી જાહેર ઇમારતો કે રસ્તાઓ પર મારનાર લોકો ને છે કોઈ રોકનાર ? વાત ખાલી સ્વચ્છતાની નથી, સાચીઆવકનાથીજ્ઞાનનાજ્ઞસુધીનો આપણો આખ્ખો કક્કો ખોટો છે.
સબસિડી વાળા ગેસના બાટલાનો ઉપયોગ કાર-સ્કુટરમા ખુલે આમ થાય છે. વિજળીની ચોરી તો ઠિક છે તે રોકવા આવનાર પર પથ્થર મારો કરી તેને ભગાડી મુકાય છે. કાગળ પર ધંધા સ્થાપી જુદી-જુદી યોજનાની સબસિડી જમવાની મધ્યાહ ભોજન યોજના ગામે-ગામ ચાલે છે. એકતાના નામે એસોશિયેશન-સિન્ડીકેટ કરી  અવાસ્તવિક ભાવ બાંધણુ ઠેર ઠેર જોયુ હશે. ભ્રષ્ટાચાર અને કાળાબજાર પર તો એટલી ફિલ્મમો બની કે હવે તો કોઈ પ્રોડ્યુસર વિષય મા હાથ નથી નાખતો. તેને પણ સમજાય ગયુ હશે કે આનુ કાઈ નહી થાય. કાયદાનો ભંગ કરવો તે દેશમા વિરતાની નિશાની છે. “પાચ ઠોલા ઉભા હતા તો પણ સિગનલ તોડી હું છટકી ગયો.” આવી વિરત ભરી વાતો આપણે ત્યાં થઈ શકે.
રાજકર્તાનું કામ ખાલી પ્રજા કલ્યાણનું નથી, સાથે સાથે તેની યોગ્ય ફરજો નું તે પાલન કરે છે કે નહી તે જોવાનું પણ છે. હક સાથે જવાબદેહી પણ આવે છે. પણ તકલીફ છે કે પહેલા હક દેખાય છે. હક માટે મરવા-મારવા સુધી પહોચી જાઇએ છીએ પણ જ્યારે જવાબદેહી સામે આવે ત્યારે છીંડા નહી બોગદા તૈયાર હોય છે. અને બધી તકલીફ અહી થી શરૂ થાય છે.
આપણે ત્યાં બાલમંદિરથી અંગ્રેજી-ગણીત-હિન્દી-ગુજરાતી જેવા વિષયોને શિખવાડવા માં આવે છે. - વર્ષના બાળકો કડકડાત અંગ્રેજી બોલતા હોય તેવુ હવે સામાન્ય છે. પપ્પા ભણતા ત્યારે ડિસટિક્શન રેર ગણાતું. ફર્સ્ટ ક્લાસ તો બહુ મોટી વાત હતી. ભાઈ ભણતો ત્યારે ૭૫%+ એટલે ઓહો..હો થતુ. અમે ભણતા ત્યારે ૮૦-૮૫ % તો બહુ જેન્યુન જીનિયસ ને આવતા. જ્યારે અત્યારે ૯૦-૯૫ % તો સાવ સામાન્ય થઈ ગયા છે. નો ડાઉટ નવી પેઢીઓ બુદ્ધીશાળી બનતી ગઈ છે પણ શિક્ષણમા ઘણા વિષયો સાથેસોશિયલ મેનર્સજેને સાદી ભાષામા સંસ્કાર અને શિસ્ત કહેવાય તેની સંદન્તર બાદબાકી થઈ છે. સમય જતા રાજકર્તાઓની ઉદાસીને લિધે લોકો ના સામાજીક વર્તનમા  “ચાલસે, થશે, જોયુ જશે”  ની માનસિકતા લગભગ બધી સમસ્યાઓ નું મુળ છે.
દેશ સાચી પ્રગતી કરી શકે જેના નાગરીકો ને સાહજીકતાથી મુળભુત હકો મળી જાય અને એટલી સાહજીકતાથી નાગરીકો ફરજોનું પાલન કરે. બાકી દેશ ૫૦૦૦-૬૦૦૦ વર્ષ થી ચાલ્યો છે અને કદાચ બીજા એટલા વર્ષો પણ આમ નિકળી જાશે. કોઈ તો છેભારત ભાગ્ય વિધાતાજે દેશને આમ ચલાવે છે.

સિલી પોઇન્ટ
આપણા દેશની સૌથી મોટી કમનસિબી કે, ૧૯૪૭ પછી થયેલા લગભગ બધા લોક આંદોલનો અંતે રાજકીય રોટલા શેકવાના બળતણ તરીકે ખપી ગયા. વ્યવસ્થા પરિવર્તન માટે થયેલા આંદોલન સત્તા પરિવર્તન ના ધ્યેય સાથે પુર્ણતા પામે છે.