Tuesday, September 29, 2009

પ્રેમ ની વ્યાખ્યા શું ?

ખ્યાતીબેન ના પ્રશ્નો જે બીજા સ્વજનોને પણ જાગ્યા હશે તેના જવાબ રૂપે આ પોસ્ટ લખુ છું. ગયુ આખુ પખવાડીયુ અતિ કામમા વિત્યું.

શું પ્રેમ ફક્ત બે વિજાતિય પાત્રો વચ્ચે જ થાય છે ? ભાઈ-ભાઈ, બહેન-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, ઇવન સંબધને નામ આપ્યા વગર પણ પ્રેમ ના થઈ શકે ? કદાચ આપણે કલ્પિ પણ ના શકીયે તેટલો વિશાળ શબ્દ છે પ્રેમ.

પહેલો પ્રશ્ન શું ચકાસીને પ્રમ થાય ?
ના, હું નથી માનતો કે બજારમા તમે કોઈ વસ્તુ લેવા જાવ અને જેમ ૨-૫ દુકાનો ફરી અને મોલ-ભાવ કરીને કોઈ વસ્તુ લો તેમ પ્રેમ કરવો શક્ય છે. પરંતુ પ્રેમ થયા પછી તેને સાચવી રાખવા માટે તો આ બધુ જરૂ છે કે નહી. ફરી પાછી ચોખવટ કરી દવ, આ પ્રેમ ફિલ્મયો પ્રેમ નહી હો. હું અહી લખુ છુ અને મને કોઈ વાંચે છે.. તે પણ એક સ્નેહ કે પ્રેમના બંધનથી બંધાય છીએ ત્યારે જ ને. મારે આ સ્નેહબંધ ટકાવી રખવા મારા લેખનમા,વિચારોમા અને વર્તનમા પવિત્રતા અને પારદર્શકતા રાખવી જરૂરી નથી ? સામે મારી પાત્રતા મુજબ સ્નેહ આપવો તે મારા સ્નેહીજનોની ફરજ નથી ? વિચારજો આ બાબત પર...

બીજો પ્રશ્ન..
શું બીજીવાર નો ત્રીજીવારનો પ્રેમ શક્ય છે ?
કેમ નહી.. જીવનમા શું તમે આખી જીંદગી એક જ વ્યક્તિને ચાહ્યા કરવાના ? લીવ ઇટ, ફરગેટ ઇટ.. ની પોલીસી રખવાની. જેમ સામેની વ્યક્તિને હક છે કે તમારી સાથે તેને ના ફાવ્યુ એટલે તેણે બીજુ પાત્ર શોધી લીધુ તે રીતે આપણે પણ સ્વતંત્ર છીએ જ ને ? પ્રેમભંગ થયા પછી કાઈ જીવન તો પુરૂ નથી થઈ જતૂં ને ? સંબધો જ્યારે બંધાય છે ત્યારે જ તેના પર "એક્સપાઈરી ડેટ" લખાઈ ગઈ હોય છે. અમુક કિસ્સામા "બેસ્ટ બીફોર" લખાય ગયું હોય છે. સંબંધ ટુટે નહી તો પન તિવ્રતા જરૂર ઓછી થતી જાય છે. અને આ બધુ કુદરતી છે.
આ તો થઈ વિજાતિય પ્રેમની વાત.. બાકી જીવનમા ડગલેને પગલે હું કોઈ ના ને કોઈ ના પ્રેમમા નથી પડતો ? ક્યારેક મારા પુત્ર સાથે તો ક્યારેક કોઈ ફિલ્મના.. ક્યારેક કોઈ સારા પુસ્તકના તો ક્યારેક કોઈ લેખકના. બધા જ વ્યવહારમા શું આ બધા તત્વો જરૂરી નથી ?

વિચારજો આ બાબત પર.....

1 comment:

  1. perfect Jagratbhai..:))
    આવી વાતો વધુ કરો એટલે જ પ્રશ્નો પુછું છું...

    "શું પ્રેમ ફક્ત બે વિજાતિય પાત્રો વચ્ચે જ થાય છે ? ભાઈ-ભાઈ, બહેન-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, ઇવન સંબધને નામ આપ્યા વગર પણ પ્રેમ ના થઈ શકે ? કદાચ આપણે કલ્પિ પણ ના શકીયે તેટલો વિશાળ શબ્દ છે પ્રેમ." - આ વાત ખુબ ગમી. એકદમ સાચી વાત છે - અત્યારે પ્રેમને એટલો મર્યાદિત અર્થમાં અને મર્યાદિત રીતે કલ્પવામાં આવે છે કે સાચા પ્રેમની કલ્પના પણ અકળ છે !!!

    પ્રેમ કેટલો વ્યાપક છે તે તો - આખી દુનિયાને ભગવાન જે પ્રેમ કરે છે તે સમજીએ તો જ થોડો ખ્યાલ આવે :))

    ReplyDelete