Sunday, January 10, 2010

સમસ્યા સામે આંગળી ચીંધવી સહેલી છે, ઉકેલ મેળવવો અઘરો.

’૮૦ ના દાયકાની શરૂવાત જ હતી. નવા દાયકાના ત્રણેક વર્ષ પસાર થયા હતા. બધી બાજુ પરિવર્તન થઈ રહ્યા હતા. પ્રાથમીક શિક્ષણમા પણ પરિવર્તન આવી રહ્યું હતું. મોટાભાઇઓ એ જે શિક્ષણ મેળવ્યું હતુ તેના કરતા થોડી જુદી રિતે મને શિક્ષણ મળતું હતું. ભાઈઓને જે આઠમા (હાઈસ્કુલમા) શિખવવામા આવતું તે મને પ્રાથમીકમા શિખવા મળતું. મારી પાઠ્યપુસ્તક જોય ને ભાઇ કહેતા કે આ તો આઠમા આવતુ કે નવમા આવતુ. મને લાગતું કે નવી પદ્ધતીનું શિક્ષણ અમારો ઉદ્ધાર કરશે. ભાઇલોકોથી એડવાન્સ હોવાનો ગર્વ પણ હતો. દાયકો પુરો થતા સુધીમા SSC મા પણ ધરખમ ફેરફાર આવી ગયા હતા. અમે અમારી જાતને લક્કિ સમજતા, સર કહેતા કે પહેલાનો સિલેબસ કેટલો લેન્ધી હતો અને તમે તો કેટલા લક્કિ છો કે તમને વાધારાનું કોઇ ભારણ નથી. અમે પણ એમ સમજતા કારણ કે મે ભાઇને ભણતો જોયો છે.

’૯૦ ના દાયકાની મધ્યમા ઉદારીકરણ અને વૈશ્વિકરણમા કોમ્યુટર શિક્ષણ અને પ્રોફેશનલ શિક્ષણ નું મહત્વ વધ્યું. લોકો કહેતા કે તમે લક્કિ છો કે તમને નોકરી માટે લાઈનમા ઉભવું નહી પડે નોકરી તમારે દરવાજે લાઈનમા ઉભી હશે. ખરેખર અમને પણ લાગતું કે અમે લક્કિ છીએ. કોલેજ આવતા સુધીમા તો અમે માની જ લીધુ હતું કે અમે સુવર્ણ યુગમા જન્મ લીધો છે અને અમારા માટે જ બધા ચેન્જીસ આવતા હતા. છાપાઓ માં નોકરી માટે ની જાહેરાત જોય અમારો વિશ્વાષ નક્કર બનતો. કોલેજમા કોમર્સ વીથ કોમ્યુટર સાયન્સ રાખ્યુ એટલે ITની વધુ નજીક પહોચવાનું ઘંમડ આવી ગયુ હતું. કોમ્યુટર ના જાણનાર અભણ કેમ હોય તેમ તેની સામે દયા આવતી.

૨૧મી સદી પરિવર્તનની સદી હતી.. સમાજ અને ભણતર ખુબ જડપથી બદલતો હતો. જનરેશન કેટલી જલ્દી બદલાતી થઈ છે તેનો પરચો મારા સનને જ્યારે નર્શરીમા મુક્યો ત્યારે આવ્યો. બાલમંદિરમા બાળગીત ગાતા અને સાંભળતા જ્યારે અહી તો ABCD અને સાયન્ટીફીક રીતે બાળ ઉછેર કેમ કરવો તે શિખ્યો. કેટલાક ડોક્ટરે તો મને ત્યાં સુધી કહ્યુ કે તમારો સન ૨ વર્ષનો થાય ત્યાં સુધીમા તો તેને વાંચતા-લખતા કરી દવ તેવી મેથડ છે મારી પાસે. સાલુ આ તો કેટલુ સારું. મેથેમેટીકની કેટલીય રીત આવી ગઈ હતી.

આજે આ બધુ શા માટે યાદ આવ્યું ? સવારમા (એટલે કે ૧૦ વાગે) પુર્તીમા જય વસાવડાની કોલમ વાચી નાખી. 3I અને પોતાના અંગત અનુભવ ઉપરથી શિક્ષણમા રહેલી ક્ષતિઓ ગણાવી. કેટલુ શિખવવામા નથી આવતું તે પણ ગણાવ્યું. જોકે તેમા અમુક કામ રહી ગયા હતા જેવા કે સોયમા દોરો પોરવવો અને બટન ટાકવા જેવા કામો. [:D] પણ મને ખુબ ગમ્યું. બધા જ માને છે કે આજની શિક્ષણ પદ્ધતી પરિક્ષાલક્ષી છે અને તેમા આમુલ પરિવર્તનની જરૂર છે,પણ....

કરૂણતા એ છે કે સમસ્યા સામે આંગળી બધા ચિંધે છે પણ તેના નિરાકરણ માટે કોણ પ્રયાસ કરે છે ? સામાજીક સમસ્યા દર્શાવતી કેટલીય ફિલ્મો બની, હિટ ગઈ પણ તે ખાલી સમસ્યા સુધી જ સિમીત રહી તેના નિરાકરણનો કોઇ માર્ગ દર્શાવ્યો નથી. વર્ષોથી કેટલાય લેખકો લખતા આવ્યા છે અને સમાજ પણ જાણે છે કે કાઇક ખોટુ છે અને કારણો પણ નજર સામે છે છતા નિરાકરણ હાથવેત નહી માથોળા છેટુ રહે છે.

અમે ભાઇઓ નાના હતા ત્યારે મોટાબાપા અમને બાજુમા બેસાડી વારા ફરતી મૌખીક સરવાળા બાદબાકી કરાવતા. ૨+૪+૧+૬+૩-૮+૫-૩ આવું બોલતા જાય અને અમારે જવાબ આપતો જવાનો. ભુલ પડે એટલે ગયા માર પડતો. પરિણામ સ્વરૂપ નાના મોટા સરવાળા બાદબાકી ગુણાકાર માટે કેલક્યુલેટરની મદદ વગર ઝડપથી કરી શકુ છુ. ગણીતમા હંમેશા ૯૦ ઉપર માર્ક આવતા. પણ બધા જ લોકો આવા લક્કિ નથી હોતા.

હા બધા જ બાળકો જય વસાવડા જેવા લક્કિ નથી હોતા કે તેને અનુભવનું શિક્ષણ મળે. હા કરૂણતા છે કે સમસ્યા સામે છે તેના કારણો પણ ખબર છે પણ નિરાકરણ નથી આવતું. આંગળીઓ ચિંધવી સહેલી છે, ઉકેલ લાવવો એટલો બધો તો અઘરો નહી જ હોય. પણ પહેલુ ડગલુ માંડશે કોણ ? બહુ અઘરો પ્રશ્ન છે.

-: સિલી પોઇન્ટ :-
મને જ્યારે બહાર નિકળવાનો દરવાજો મળતો નથી ને ત્યારે હું દીવાલમા માથા મારવાની
મુર્ખાય કરતો નથી.

Friday, January 1, 2010

આપણે ૨૧મી સદીમા, ક્યારે ?

પહેલા તો બધા જ ને નવા વર્ષના સાલ મુબારક અંગ્રેજી મા કહુ તો Happy New Year. તમને થશે આપણે ૨૧મી સદીમા આવ્યા તેને બીજો દશકો ચાલુ થઈ ગયો અને હું કહુ છુ કે એકવીસમી સદીમા ક્યારે ? યાર મારી વાત પહેલા સાંભળો (અહી વાંચો) તો ખરા.

માની લીધુ કે આપણે આજે ૨૧મી સદીના બીજા દશકામા પ્રવેસી રહ્યા છીએ પણ આપણી માનશીકતા એટલી પુક્ત થઈ છે ? કદાચ આ પ્રશ્ન જોડે મારે બે-ત્રણ ઉદાહરણ આપવા રહ્યા. હમણા હમણા જ હું જે એક બે ઓર્કુટ કોમ્યુનિટીમા સક્રીય છુ ત્યાં બહુ સંવેદનશીલ વિષયો પર ચર્ચા થઈ રહી છે. આવી ચર્ચા વખતે થાય છે તેવું જ ત્યાં પણ થયું, બધા બે ભાગમા વહેચાય ગયા અને તે સ્વાભાવિક પણ છે. કોઈ પણ વિષય મા પક્ષ અને વિપક્ષ હોય જ છે. પણ અહી દુ:ખ તે નથી પણ ચર્ચાનું જે સ્તર હોવું જોઇએ તે જળવાયું નહી. આવી ચર્ચા વખતે લગભગ દરેક વ્યક્તિનો મેક-અપ પાછળનો ચહેરો દેખાય આવે છે. સમાજનું સાચુ સ્તર સંવેદનશીલ પરિસ્થિતીમા જ જણાય છે.

આપણે ફિઝીકલી ભલે આપણે ૨૧મી સદીમા પહોચી ગયા હોઈએ, આપણી લાઇફ સ્ટાઇલ, લીવિંગ સ્ટાઇલ બધામાં જ આમુલ પરિવર્તન આવી ગયું હશે, પણ આપણે માનશિક રીતે હજી પણ ૨૧મી સદીમા પહોચ્યા નથી. કપડા ટુંકા થતા ગયા હશે પણ આ કપડાની સાથે સાથે આપણા વિચારોની ગતિ પણ ટુંકી થતી ગઈ છે. સમાજમા આજે પણ અમુક બદ્દીઓ જેમની તેમ છે. આપણા મનના બહ્ય આવરણોમા ફેરફાર આવ્યો છે પણ મનના આંતરીક ખુણે હજી પણ એવું કાઇક છે કે જે આપણને પુર્ણ પણે ૨૧મી સદીમા જતા રોકે છે. આપણે આજે પણ એટલી બધી પુર્વમાન્યતાઓ થી પિડાયે છીએ કે ડગલે ને પગલે તે સામે આવી જાય છે. આજે પણ આપણે હ્યદય અને મન કરતા દ્રષ્ટીને વધુ માન્યતા આપીયે છીએ.

સાયન્સે જે વાત સાબીત કરી દીધુ છે તે માનવા તૈયાર નથી પણ આપણી માનશીકતા અને પુર્વગ્રહ પ્રમાણે આપણે ચાલ્યે છીએ. હું કઈ તરફ ઇશારો કરૂ છુ તે લગભગ બધા જ સમજી ગયા હશો. આજે કેટલીય સમસ્યાઓ ફક્ત આપણી આ માનશીકતાને લીધે છે. પણ... મનમા કોઇક ખુણામા રહેલી આપણી પેલી માન્યતાઓ વચ્ચે આવે છે. કદાચ આપણી સ્થિતી "કુતરૂ તાંણે ગામ ભણી અને શિયાળ તાંણે સીમ ભણી" તેવી છે. શારિરીક રીતે આપણે ૨૧મી સદીમા પહોચી ગયા છીએ પણ માનશીક રીતે આપણે ૨૧મી સદીમા જવા નથી દેતી. જે માનશીક અને શારિરીક બન્ને રીતે ૨૧મી સદીમા પહોચી ગયા છે તે પોતાને એકલા અનુભવે છે. હું પોતે મારી જાતને કુતરા-શિયાળા જેવી પરિસ્થીતીમા અનુભવું છુ એટલે અત્યારે તો એટલુ જ કહી શકુ, "ઇશ્વર સૌને સદબુદ્ધી આપે અને શરૂવાત મારાથી કરે."

-: સિલી પોઇન્ટ :-

નાગા વ્યક્તિની સામે અરીસોના રાખવો કારણ કે તે અરીસો એમ કહી ને તોડી નાખશે કે આ અરીસો મને નાગો દેખાડે છે.